પાલનપુર: ચડોતર બ્રિજ નજીકથી છટ્ઠી જૂને વહેલી સવારે એસઓજીની ટીમે સરહદી ગામોમાં રૂ. ૨ હજારની નકલી નોટો ઘૂસાડવાની ફિરાકમાં નકલી નોટોની હેરાફેરી કરનારા વાવ તાલુકાના પંચાયત કરોબારી ચેરમેન પતિ સહિત બેને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને પાસેથી કુલ રૂ. ૨ હજારની ૩૮૪ નકલી નોટો જપ્ત કરી હતી અને રૂ. ૮.૧૨ લાખનાં મુદ્દામાલ પકડ્યો હતો. સુરક્ષા ટુકડીઓએ આ મામલે તપાસ હાથ ધરી છે.