વિસનગરઃ સામાન્ય ખેડૂત કનૈયાલાલ પટેલના એન્જિનિયર પુત્ર મૌલિક પટેલ તેમના ભાઈ કૃણાલ પટેલની સાથે મળી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વેગ મળે તે માટે કામ કરી રહ્યા છે. તેઓ વિસનગરમાં હેરીટેજ સિટી કડા રોડ પર જાન જોડી ગયા હતા. દેશમાં કદાચ પહેલી વાર વરરાજા પોતાની જાનમાં ઇલેક્ટ્રિક વાહનોના કાફલા સાથે કન્યાના ઘરે પહોંચ્યા હતા.
ભારતના અન્ય રાજ્યોમાં આ પ્રકારના વાહનોનો ઉપયોગ શરૂ થઈ ગયો છે પરંતુ ગુજરાતમાં હજુ પણ આ અંગે પુરતી જાગૃતિ આવવાની બાકી છે. આવા સંજોગોમાં “ઉર્જા બચાવો”ના સંદેશ સાથેની આ પ્રકારની પહેલ સમાજમાં પ્રેરણાદાયક બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.