પાટણઃ રાણીની વાવને વિશ્વમાં અનોખું નામ અપાવનાર તેમજ વિશ્વ વિરાસતની શ્રેણીમાં નામ મુકનાર અને તેને વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા અપાવનાર યુનેસ્કોના ડાયરેક્ટર જનરલે પાટણની રાણીની વાવની મુલાકાત લીધી હતી અને તેમણે રાણીની વાવમાં બ્રેઈલ લિપિ તકતીનું અનાવરણ કર્યું હતું અને બાદમાં વિશ્વ વિખ્યાત પટોળાની પણ મુલાકાત લઈ પટોળાના વણાટકામનું નિરીક્ષણ કર્યું હતું.
વર્લ્ડ હેરિટેજ સાઈટમાં ગુજરાતમાંથી ચાંપાનેર અને પાટણની રાણીની વાવનો સમાવેશ થયો છે ત્યારે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું સર્ટિફિકેટ આપવા આવેલા યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ ઈરીના બોકોવાએ વિશ્વ વિરાસત અને ઐતિહાસિક પાટણની રાણીની વાવ આવી પહોંચ્યા હતા. અહીં તેમણે અંધજનો માટે બ્રેઈન લિપિ તકતીનું પણ અનાવરણ કર્યું હતું.
જેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે રાણીની વાવમાં આવનાર અંધજનો પણ આ બ્રેઈન લિપિની તકતીથી રાણીની વાવના ઈતિહાસ વિશે જાણી શકે.