ભુજઃ વર્ષ ૨૦૧૪માં ખરાબ હવામાનના કારણે ઓમાન અને ઈરાન વચ્ચે વહાણ અજાણતા ઈરાન દરિયાઈ સીમામાં દાખલ થઈ જતાં ઈરાની સતાવાળાઓ દ્વારા વહાણના ખલાસીઓ અને ક્રૂ મેમ્બર્સની ત્યારે અટક કરી લીધી હતી.
ઈરાની સતાવાળાઓએ ખલાસીઓ અને ક્રૂ મેમ્બરોની અટકાયત બાદ ભારત સરકારના હસ્તક્ષેપ પછી નવ જણા ભારત પરત ફર્યા હતા, પરંતુ કચ્છના ખલાસીઓ ઉમર સાલેમામદ થૈમ, ઈબ્રાહિમ રઝાક અને સાજિદ ઈરાનના સુમરા બંદર અબ્બાસ નજીક આવેલા મિનાબ બંદરની જેલમાં છે. તાજેતરમાં ઈરાનની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ કચ્છના ખલાસીઓની મુક્તિ માટે રજૂઆત કરાઈ હતી.