ભુજઃ ખાણ ખનિજ પરિવહનના વ્યવસાયી હરેશભાઈ ગણાત્રાના આઠ વર્ષના પુત્ર યશે ૨૪મી જૂને યોજાયેલા એક કાર્યક્રમમાં માનવ હાડપિંજરનાં હાડકાં, દુનિયાના દેશોના નકશા વગેરે આંખો પર પટ્ટી બાંધી હોવા છતાં ઓળખી બતાવ્યા હતા. જેથી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં તેનું નામ નોંધાયું હતું.
આંખે પાટા બાંધીને અનેક વસ્તુ ઓળખી બતાવનારા દેશના સૌથી નાની વયના બાળક તરીકે વિક્રમ સર્જનારા યશને રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા બુક ઓફ રેકર્ડસમાં સ્થાન મળતાં ચંદ્રક એનાયત થયો હતો. ઇન્ડિયા બુક ઓફ રેકર્ડસના રાધા શર્માની ઉપસ્થિતિમાં વિક્રમ માટે નિર્ધારિત માપદંડ કરતાં પણ વધુ વસ્તુઓ યશે ઓળખી હતી. યશ હિન્દુત્વ અને ગીતા જેવા ગૂઢ – ગહન વિષયો પર અસ્ખલિત વક્તવ્ય આપી શકે છે. હોમિયોપેથીમાં સુવર્ણચંદ્રક મેળવી ચૂકેલા રક્ષાબહેનનો પુત્ર યશ એશિયા, યુરોપ, આફ્રિકા એમ વિવિધ ખંડોના વર્ગીકરણ સાથે દુનિયાભરના દેશોનાં
નામ પણ જબરી ઝડપે બોલી બતાવે છે.