અમદાવાદ: છેલ્લાં કેટલાંક વર્ષોથી કચ્છમાં ટિશ્યુ કલ્ચર દ્વારા ઇઝરાયલની ખારેકનું મોટાપાયે ઉત્પાદન થઈ રહ્યું છે, જેમાં ખેડૂતોઠએ સીધી જ ઇઝરાયલી ટેક્નોલોજી અપનાવીને નવા પાકમાં સફળતા મેળવી છે. તેની સાથે હવે કૃષિ નિષ્ણાતો આ ડેટ પામ સેન્ટર કચ્છની ખારેકની ખેતીને નવી ઊંચાઈ આપશે તેમ માની રહ્યા છે, મુખ્યત્વે એક જ જિલ્લા કચ્છમાં થતી ડેટ પામ (ખારેક)ની ખેતી વર્ષ ૨૦૦૧-૦૨માં ૯,૯૦૦ હેક્ટરમાં થતી હતી. આ વિસ્તાર હવે બમણાથી વધુ વધીને ૧૮,૮૪૭ હેક્ટર થયો છે. તેનું ઉત્પાદન ૦.૬૦ લાખ મેટ્રિક ટનથી વધીને હાલમાં ૧.૭૪ લાખ ટન થયું છે. આમ, છેલ્લાં ૧૫ વર્ષમાં કચ્છી ખારેકનું ઉત્પાદન ત્રણ ગણું વધ્યું છે. રાજ્ય સરકારના હોર્ટિકલ્ચર વિભાગ દ્વારા રૂ. ૪.૫ કરોડના ખર્ચે ‘સેન્ટર ફોર એક્સેલન્સ ફોર ડેટ પામ’ સ્થપાયું છે, જેને ઇઝરાયલ સરકાર ટેકનિકલ સહયોગથી નિર્મિત કરવામાં આવ્યું છે.