આ પ્રસંગે નારી કથાકાર ડો. ટીના દોશીએ જણાવ્યું હતું કે નારીકથાનો વિચાર પ્રાચીનકાળની સ્ત્રીઓના વ્યક્તિત્વો ઉપરથી આવ્યો છે. આ સ્ત્રીઓ બિચારી બાપડી નહોતી. તેઓ શિક્ષિત અને સશક્ત હતી. નારીકથા પ્રચલિત અને નારીવાદથી પ્રેરાયેલી નથી. નારીની વેદના અને વ્યથાની કથા નથી, પરંતુ તેના આત્મવિશ્વાસ અને આત્મસન્માનની કથા છે. આ પ્રસંગે ટીના દોશી દ્વારા લિખિત ભારતીય મહિલા વિશ્વકોશનું વિમોચન શિક્ષણ પ્રધાનના હસ્તે કરાયું હતું. પુસ્તકમાં નારીની સાત વિભૂતિઓની તેમ જ નારીસન્માન અંગે વિશેષ ચર્ચા કરાઇ છે.