એનઆરઆઈ પાસેથી સેટેલાઈટ ફોન મળ્યો

Wednesday 04th April 2018 09:31 EDT
 

ભુજ: ભુજ એરપોર્ટ પરથી ૨૯મી માર્ચે એર ઇન્ડિયાના વિમાનમાં મુંબઇ જઇ રહેલા અને અમેરિકામાં વસતા નવસારીના નવીનચન્દ્ર ડિમોન્ડ પાસેથી પ્રતિબંધિત સેટેલાઇટ ફોન સામાનની તપાસમાં તેમની બેગમાંથી કેન્દ્રીય ઓદ્યોગિક સલામતી દળના ફરજ ઉપરના સ્ટાફે પકડી પાડયો હતો. એરપોર્ટ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, પકડાયેલો સેટેલાઇટ ફોન ઇરિડિયમ કંપનીનો છે. ફોન પકડાયા પછી નવીનભાઇએ કહ્યું કે, આ પ્રતિબંધિત ઉપકરણ તેમની સાથે ભૂલથી આવી ગયું છે અને ભારતમાં આવ્યા બાદ તેનો કયાંય ઉપયોગ કરાયો નથી. જોકે આ કેસમાં સુરક્ષાવિભાગે વધુ તપાસ આદરી છે.   


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter