માંડવીઃ સલાયાનું એક જહાજ ૩૧મી ડિસેમ્બરે અલજાવેદ એમ એન. વી. ૨૦૧૫ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુધન જવાનું હતું. તે જહાજ સુધન પહોંચે પહેલાં ૩ જાન્યુઆરીએ ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં રહેતા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. પવનની તેજ ગતિના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં જહાજ આગની લપેટમાં આવી ગયું હતું અને આખું જહાજ આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. જહાજમાં હતા તે ૮ ક્રૂ મેમ્બર સમુદ્રમાં કૂદી પડતાં તમામને સ્થાનિક માછીમારી કરતાં લોકોએ બચાવી લીધાં હતા. આઠેય ક્રૂ મેમ્બરને પોતાની બોટમાં બચાવીને ઓમાનના જીપ્સ પોર્ટ પર મરીન પોલીસના રક્ષણ હેઠળ રખાયા હતા.