ભુજઃ ધરતીકંપ વખતે કચ્છ કસ્ટમની કસ્ટડીમાંથી ૩ કિલો સોનું જામનગર કસ્ટમ કસ્ટડીમાં સાચવવા માટે આપવામાં આવ્યું હતું. આ સોનામાંથી બે કિલો સોનું ગાયબ થઈ ગયું છે. આ સોનાની અંદાજે કિંમત રૂ. ૬૦ લાખ છે. આ મામલે કસ્ટમ અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જોકે ફરિયાદ દાખલ કરવા જામનગર અને કચ્છ કસ્ટમ વચ્ચે વાટાઘાટો ચાલે છે. વર્ષ ૨૦૦૧માં આવેલા ધરતીકંપમાં કચ્છ કસ્ટમ કચેરીની ઈમારત ધરાશાયી થઈ હતી. તે વખતે કચ્છ કસ્ટમ વિભાગે પોલીસ સુરક્ષા સાથે સોનું જામનગર કસ્ટમ વિભાગને મોકલી આપ્યું હતું. તે સમયે સોનુ બરોબર અને પૂરેપૂરું મળી ગયાની રસીદ પણ અપાઈ હતી.