ભૂજઃ ધરતીની ધ્રુજારી કચ્છનો કેડો મૂકતી નથી. કચ્છ પંથકમાં બે દિવસમાં હળવા અને મધ્યમ ૧૨ કંપન નોંધાયા હતા, તેમાંના ૧૧ તો માત્ર પૂર્વ કચ્છમાં નોંધાયા છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્રીજી મેના રોજ મોડી સાંજે સાંજે દુધઈ નજીક ૩.૩ની તીવ્રતાના આંચકાએ ધરા ધ્રૂજાવ્યા પછી બીજા જ દિવસે, ચોથી મેની ભાંગતી રાતે ખાવડાથી ઉત્તર-પશ્ચિમે મોટા રણમાં ૩.૨ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ પછી રાપર વિસ્તારમાં ૨.૬નું કંપન નોંધાયું હતું. અન્ય એક હળવો આંચકો ભચાઉ મથકમાં પણ નોંધાયો હતો. આ પૂર્વે ત્રીજી મેના રોજ જે આઠ કંપન આવ્યા તેમાં દુધઈના ૩.૩ આંચકા સિવાય ધોળાવીરામાં ત્રણ, ભચાઉ વિસ્તારમાં બે, રાપરમાં એક અને દુધઈમાં એક આંચકો નોંધાયો હતો.