ભુજઃ પશ્ચિમ કચ્છના દરિયાઇ વિસ્તારમાં ૨૧મી જૂને રાતથી રવિવાર સાંજ સુધીમાં ચરસના ૩૫૫ બિનવારસી પેકેટ મળી આવ્યા હતાં. આ પેકેટ્સની કિંમત કરોડોમાં થાય છે. પશ્ચિમ કચ્છ પોલીસની ટીમોને માંડવી અને જખૌના દરિયામાંથી કુલ ૨૦૬, અબડાસાના સિંધોડીથી સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાંથી ૧૮૬, માંડવીના દરિયા કિનારાથી ગઢશીશા પોલીસને ૧૮ અને જખૌ પોલીસને ૨ પેકેટ મળીને કુલ ૨૦૬ ચરસના પેકેટ મળી આવ્યાં હતાં.
આ ઉપરાંત સ્ટેટ આઇબીની ટીમને ૫૯ ચરસના પેકેટ, મરિન ટાસ્ટ ફોર્સની ટીમને ૫૬ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને ૩૪ પેકેટ બિનવારસી મળ્યાં હતાં. આ જથ્થો કોનો છે અને ક્યાંથી આવ્યો છે તેની પોલીસ હાથ ધરી છે.
બીજા દિવસે પણ ૩૦૦થી વધુ પેકેટ મળ્યા
શનિવારની રાતથી શરૂ થયેલા મેગા સર્ચ ઓપરેશનમાં રૂ. ૫.૬૨ કરોડના ચરસના બિનવારસુ ૩૭૫ પેકેટ મળી આવ્યા બાદ સોમવારે પણ સર્ચ ચાલુ રહ્યું હતું. છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી આશ્ચર્યજનક રીતે અલગ અલગ ટાપુઓ પર ચરસના ઢગલાબંધ પેકેટ તણાઈને આવી રહ્યાં છે. તે કેવી રીતે આવ્યા? તેનું મૂળ હજી સુધી શોધી શકાયું નથી. અત્યાર સુધી મળી આવેલા ચરસની કિંમત રૂ ૧૧.૭૪ કરોડ થવા જાય છે. હજુ પણ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી આંક વધવાની સંભાવના છે.