બળદિયાઃ સ્વ. ખીમજી શામજી જેસાણીની સ્મૃતિમાં તેમનાં પુત્રો માવજીભાઇ, કાનજીભાઈ (કે.કે.) જેસાણી તથા સમગ્ર પરિવારે ‘સેવા અગ્ર જ્ઞાનયજ્ઞ મહોત્સવ’નું આયોજન વતન બળદિયામાં કરાવ્યું હતું. આ પ્રસંગે દેશવિદેશના અનેક હરિભક્તો પધાર્યા હતા. બળદિયા નીચલોવાસ સ્વામીનારાયણ મંદિરમાં સત્સંગી જીવન પારાયણ જ્ઞાનયજ્ઞ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે ભૂજ સ્વામીનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતના આશીર્વાદથી કથાના પ્રારંભે શાસ્ત્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ આશીર્વાદ આપ્યાં હતાં. શાસ્ત્રી શ્રીજીપ્રકાશદાસજીએ શબ્દ સંકલન કર્યું હતું.
આ પ્રસંગે વિલ્સડન સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી કુંવરજી વેકરિયા, લંડનના જાદવાભાઈ ગાજપરીયા, SKLPCના પ્રમુખ માવજીભાઈ વેકરિયા, ભૂજ સ્વામીનારાયણ મંદિર અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તથા હરિભકતો હાજર રહ્યા હતા.
વ્હીલચેર, સ્ટ્રેચર, ટ્રાયસિકલ વિતરણ
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ઈજા પામેલા ૫૪ દર્દીઓ માટે વિલ્સડન સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી કાનજીભાઈ જેસાણીએ વ્હીલચેર, સ્ટ્રેચર અને ટ્રાયસિકલનું વિતરણ
કર્યું હતું.