ભુજઃ કચ્છમાં એક તરફ કોરોના મહામારીના કેસો જેટ ગતિએ વાધી રહ્યા છે બીજી તરફ ધરતી કંપ થયો છે ત્યારે લોકોની ચિંતામાં વાધારો થયો છે. પાંચમીએ ભચાઉ પાસે સાંજે ૪.૨નો ભૂકંપ આવતાં લોકો ઘર બહાર દોડી ગયા હતા. આ ઉપરાંત દિવસ ભર અન્ય હળવા કંપનો નોંધાતા રહ્યા હતા. આઈએસઆર ગાંધીનગરના જણાવ્યા મુજબ ગત માસે ભચાઉ પાસે જ ૧૦ કિ.મી ઉત્તર પૂર્વમાં કેન્દ્રબિંદુ ધરાવતો ૫.૩નો ભૂકંપ આવ્યા બાદ વાગડની ધરતી સતત ધણાધણી રહી છે. જે બાદ અનેકવાર ૩થી ૪ની તીવ્રતા ઉપરના આંચકા આવી ચૂક્યા છે. પાંચમીએ ફરી ભચાઉથી ઉત્તર પૂર્વમાં ૧૪ કિ.મી દુર કેન્દ્રબિંદુ ધરાવતો ૪.૨નો આંચકો આવતા લોકોમાં ફફડાટ છે.