આણંદપરઃ ભારતમાં દેશમાં ઊગી નીકળતી વિવિધ પ્રકારની વનસ્પતિઓમાંથી ઋષિમુનિઓ તેમજ વૈદ્યોએ કેટલીક વનસ્પતિના ઉપયોગ વિશે લખેલાં ઘણા લખાણો જોવા મળે છે. કેટલીક વનસ્પતિમાંથી દવા પણ બનાવવામાં આવતી હોય છે. આ વનસ્પતિ ઔષધિઓમાંથી જે દવાઓ બનતી તે શરીરને ફાયદો કરાવતી અને આ દવાઓની આડઅસર જોવા મળતી નહીં. હજુ પણ આવી વનસ્પતિઓ ઊગે છે, પણ લોકોને તેની વધુ જાણ હોતી નથી કે આયુર્વેદિક દવાઓની અસર લાંબે ગાળે થતી હોવાથી લોકો તેનો ઉપયોગ કરવાનું ટાળે છે.
વનવગડામાં થતી ફળફળાદી આજે પણ આપણા શરીરને જોઈતાં વિટામિન પૂરાં પાડે છે. એવી જ રીતે ગરમીની સિઝન શરૂ થતાંની સાથે વગડાં કે વાડીમાં ઊભા ગુદીનાં ઝાડ પર લિયાર કે જે આછા કથ્થઈ કે કેસરી કલરના જોવા મળે છે. મોટા ગુંદાનું અથાણું બનાવાય છે જ્યારે પાકી જાય ત્યારે લોકો તેણે ખાવામાં ઉપયોગ કરે છે અને આ બંનેને નિયમ પ્રમાણે ખાવા પડે છે. આ બંને આપણા શરીરમાં આવેલા હાડકામાં રહેલાં સાંધામાં ઓઈલ તરીકેનું કામ કરે છે. આ લિયાર ખાવાથી સાંધાના દુઃખાવામાં ઘણી રાહત આપે છે. સાથે શરીરમાં ઠંડક પણ આપે છે.
વગડામાં થતી આવી વનસ્પતિઓનો આજના લોકો ઉપયોગ કરવાનું ટાળે છે. અમુક લોકોને આ બાબતે ખબર પડતા આવી વનસ્પતિઓ અને ફળ-ફૂલ ખાતા જોવા મળી રહ્યા છે. જેને હાડકાં સાંધાના દુઃખાવો હોય અને આ સિઝનમાં લિયારનો ઉપયોગ કરે તેને કેલ્શિયમની ગોળીઓ ખાવાની જરૂર નથી પડતી.
આ ગુંદીના ઝાડ જેના પર લિયાર પાક્યા છે તે વર્ષો જૂના ઝાડ ભાણજી બાપા ભગતની વાડીએ તેમજ વેલજીભાઈ છાભૈયાના વાડામાં લિયારના ઝૂમખે ઝૂમખાં આજે પણ જોવા મળી રહ્યા છે.