ભુજઃ એકાદ માસના અંતરાલ પછી ૧૩મી ઓગસ્ટે કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. ૪.૫ લાખની કિંતમના વધુ ત્રણ ચરસના પેકેટ મળી આવ્યા છે. બીએસએફ દ્વારા તેને જખૌ મરીન પોલીસને હવાલે કરાયાછે. અત્યાર સુધી કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી કરોડોની કિંમતના અંદાજે ૧૧૦૦થી વધુ પેકેટો મળી આવ્યા છે.
બીએસએફની ૧૭૨મી બટાલિયનની ટુકડી ૧૩મી જુલાઈએ સવારે અબડાસાના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ હતી ત્યારે શેખરણપીર ટાપુ નજીક તણાને આવેલા ત્રણ પેકે મળી આવ્યા હતા. આ પેકટો અગાઉ મળી આવેલા ચરસના પેકેટો જેવા જ છે. સંભવતઃ પાકિસ્તાનના દરિયામાં ચરસ ભરેલી બોટ ડૂબી જવાથી તે પેકેટો તણાઈને આ તરફ આવી રહ્યાં છે. બે માસ અગાઉ કચ્છના જખૌ ઉપરાંત નારાયણ સરોવર, કોઠારા અને માંડવી દરિયાઈ વિસ્તારોમાંથી અલગ અલગ એજન્સીઓને તણાઈને આવતા ચરસના પેકટો મળી આવ્યા હતા.