ભૂજ: સરદાર સરોવરમાં પાણીની અછત ઊભી થવાથી કચ્છમાં પીવાનું પાણી ઓછું મળવાની સંભાવના છે. પાણીની અછત હોવાથી કચ્છ સ્થાનિક જળાશયો અને ડેમમાં પાણીની અછતને પહોંચી વળવાના પૂર્વ આયોજન સ્વરૂપે પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવાનું વિચારાઈ રહ્યું છે. આ પાણીના જથ્થાનો કોઇ વ્યકિત કે સંસ્થા દ્વારા બિનઅધિકૃત રીતે ઉપયોગ ન થાય અને પીવા માટે જ આ પાણીનો જથ્થો અનામત જળવાઇ રહે તે માટે કચ્છના ૧૨ ડેમોના પાણીની સાચવણી માટે જાહેરનામું બહાર પડાશે એવું સ્થાનિક તંત્ર દ્વારા જણાવાયું છે.