ભુજઃ હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક તરફ તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે. આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દુશ્મન દેશોના સીમાડે ભારે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ બધા વચ્ચે પાકિસ્તાનમાંથી જળ માર્ગે હિલચાલના સંકેત રહે છે. આતંકીઓ કોઇ નવા માર્ગે દેશમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યા હોવાનું પણ અનુમાન લગાવાય છે. જોકે આપણા દેશની ત્રણેય પાંખો આતંકવાદીઓની કાળી મુરાદો સફળ થવા દે તેમ નથી. હાલમાં ગુજરાતના કચ્છમાંથી પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનાની વિશે માહિતી આપતાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદેથી અવારનવાર આતંકીઓ ઘૂસણખોરી કરતા હોય છે, ત્યારે કચ્છમાંથી ખાવડા બોર્ડર પિલર નંબર ૧૦૫૦ નજીકથી એક પાકિસ્તાની ઘૂસણખોરી કરતા BSFએ ૨૬મીએ ઝડપ્યો છે. એવું કહેવાય છે કે આ પાકિસ્તાની આંતકવાદી ફેન્સિંગ વગરની બોર્ડર નજીકથી ઘૂસણખોરી કરી રહ્યો હતો.
બોર્ડર પર એલર્ટ વચ્ચે પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાતા સુરક્ષા કર્મીઓ અને ગુપ્તચર સંસ્થાઓ હાઇએલર્ટ થઇ ગઇ છે. હાલ આ ઘટનાને લઇને પાકિસ્તાની ઘૂષણખોરનું BSF દ્વારા ઈન્ટ્રોગેશન શરૂ કરવામાં આવ્યું છે.