કચ્છનું પ્રાણી હેણોતરાને કેન્દ્ર સરકારે દુર્લભ પ્રજાતિ જાહેર કર્યું

Monday 11th January 2021 12:15 EST
 
 

ભૂજઃ કચ્છમાં દેખાતું પ્રાણી હેણોતરા લુપ્ત થવાનાં આરે હોવાથી કેન્દ્ર સરકારે તેને દુર્લભ જાતિ તરીકે એટલે કે લુપ્તપ્રાય પ્રાણી તરીકે જાહેર કર્યું છે. જેને લઈને આગામી દિવસોમાં આ પ્રાણીનાં સંરક્ષણ અને સંવર્ધનને લઈ કામગીરી આગળ ધપશે. આ સંદર્ભે પશ્ચિમ કચ્છનાં નાયબ વન સંરક્ષણ તુષાર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક માત્ર કચ્છમાં જ હેણોતરા જોવા મળી રહ્યા છે અને તેની અત્યારે અંદાજિત ૩૦ જેટલી સંખ્યા હોવાનું અનુમાન છે.

તેમણે કહ્યું કે, આ પ્રાણી શાંત સ્વભાવનું અને માત્ર રાત્રિનાં સમયે જ બહાર નીકળતું પ્રાણી છે. આ પ્રાણીનો રણ અને કાંટાળા વિસ્તારમાં વધુ વસવાટ જોવા મળતો હોય છે. કચ્છમાં રણ તેમજ કાંટાળ વિસ્તાર પણ હોવાને કારણે અવારનવાર હેણોતરા દેખા દેતા હોય છે. જોકે, અગાઉ પણ હેણોતરાનાં સંવર્ધન સંદર્ભે રાજ્ય સરકારને દરખાસ્ત કરાયેલી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter