ભૂજ તાલુકાના કમાગુના ગામની સીમમાં ૨૬ નવેમ્બરે બપોરે એરફોર્સનું માનવરહિત વિમાન તૂટી પડ્યું હતું. જોકે, કોઇને ઇજા કે જાનહાનિ થઇ નથી. ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને એરફોર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કયા પ્રકારની યાંત્રિક ખામીને કારણે વિમાન તૂ્ટ્યું છે એ અંગે એરફોર્સ દ્વારા તપાસ શરૂ થઇ છે.