ભુજઃ કાદવકીચડવાળા વિસ્તારમાં કચ્છની પશ્ચિમી સીમાએ બીએસએફની અંતિમ સીમા ચોકી સાંવલા પીર છે. અહીં કોઈ વાહન કે બોટ પણ ચાલી શકે તેમ નથી. ઘૂંટણ સુધી કાદવમાં પણ ઘૂસી જાય એવી સ્થિતિમાં જવાન પગપાળા પેટ્રોલિંગ કરે છે. આટલું જ નહીં, પેટ્રોલિંગ દરમિયાન તેમને કોરોનાથી બચવા સતત સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવું પડે છે. સાંવલા પીર હાઇ ટાઈડમાં પાણીમાં ડૂબી જાય છે, પણ જવાન ફરજ પર લાગેલા રહે છે. આ જવાનોને ખાસ પ્રકારની તાલીમ અપાય છે. જેથી ૧૬થી ૨૪ કલાક પાણીમાં રહી શકે છે.