ભુજઃ શિયાળાની મોસમમાં કચ્છનું નલિયા સૌથી વધુ ઠરી રહ્યું છે. નલિયાનું તાપમાન સરેરાશ ૬.૦૦ ડિગ્રી નીચે ચાલ્યું જવાની સાથે રાજ્યના અનેક ભાગોમાં પારો ૧૧ ડિગ્રીથી પણ નીચે રહે છે. નલિયા ઉપરાંત પણ કચ્છની આસપાસ જ્યાં તાપમાન ૬.૦૦થી વધુ છે ત્યાં પવનની તેજ ઝડપ ઠંડીની અનુભૂતિ થઈ રહી છે. તાજેતરમાં અમદાવાદમાં ૧૧.૦૦, ડીસામાં ૧૦.૦૦ અને વલસાડમાં ૧૧.૦૦ ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. કંડલા એરપોર્ટ ૧૧ ડિગ્રી, સુરેન્દ્રનગર ૧૧.પ, રાજકોટ ૧૧.૦૦ જેટલું તાપમાન રહે છે. એક તરફ કચ્છના નલિયામાં ઠંડીનો પારો નીચે મપાઈ રહ્યો છે ત્યારે ભુજના જ વી. વી. નગરમાં ૧૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.