ભુજઃ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ઘૂસીને ભારતીય વાયુદળોએ આંતકી સંગઠનના કેમ્પ પર એરસ્ટ્રાઈકના ગણતરીના કલાકોમાં કચ્છના અબડાસાના નુંધાતડ નજીક પણ પાકિસ્તાનના માનવ રહિત વિમાનને તોડી પાડ્યું હતું. પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા ઈઝરાયેલની સ્પાઈડરનો ઉપયોગ થયો હતો. ભારતમાં પહેલીવાર કચ્છની ભૂમિ પર સ્પાઈડરનો ઉપયોગ થયો છે. ઈઝરાયેલી એર ડિફેન્સ પ્રણાલિને વર્ષ-૨૦૧૭માં સંરક્ષણ દળમાં સામેલ કરાઈ હતી. સ્પાઈડરના ટૂંકા નામે ઓળખવામાં આવતી ઈઝરાઈલી એર ડિફેન્સ મિસાઈલ પ્રણાલિનું આખું નામ સરફેઝ ટુ એર પેથોન-૫ એન્ડ ડર્બી મિસાઈલ છે.