ભુજઃ એક તરફ કચ્છમાં વરસાદી માહોલ છે ત્યારે સોમવારે બપોરે વાગડ ફોલ્ટ ૩ની તીવ્રતાના વધુ એક કંપનથી ધ્રુજી ઉઠ્યો હતો. ગાંધીનગર સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાં નોંધાયું કે આંચકાની અનુભૂતિ સીમિત વિસ્તારમાં જ થવા પામી હતી.