ભૂજ: કચ્છ જિલ્લાના સરહદના સંત અને હિન્દુ- મુસ્લિમની એકતારૂપી દર્શન કરાવતાં હાજીપીરનો મેળો યોજાયો હતો. અહીં કચ્છ અને કચ્છ બહારથી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અહીં પહોંચ્યા હતા. ગૌમાતાને બચાવવા રણમાં શહીદ થયેલા સોદ્રાણાના શહેનશાહ કોમી એકતાના પ્રતીક બાબા હાજીપીરની યાદમાં ઉર્સ મુબારક (મેળો)નું આયોજન થાય છે. જેમાં શ્રદ્ધાળુઓ જામનગર, રાજકોટ, સુરત, મુંબઈ, અમદાવાદ, ભાવનગર, માળિયા, મોરબી વગેરે, મહારાષ્ટ્રથી પગપાળા, સાઈકલ, છકડા, ખાનગી વાહનો સાથે આવે છે. આ શ્રદ્ધાળુઓ માટે નખત્રાણા તાલુકાના બાવનપટ્ટીમાં મંગવાણા, ગઢશીશા, સાંયરા, દેશલપર, ગુંતલી અને પાવરપટ્ટીના નિરોણા, વંગ, ડાડોર, છસલા સહિતના માર્ગ પર ઠેર- ઠેર ચા, પાણી, નાસ્તો, જમવાનું, મેડિકલ કેમ્પ સહિતની વિવિધ સુવિધાઓ સાથેના કેમ્પો પણ ગોઠવાયા હતા.