ભુજઃ ગુજરાતી કરતા જુદી પડતી કચ્છી ભાષા જિજ્ઞાસુઓ માટે અભ્યાસનો વિષય બની છે. આ ઉપરાંત ગુજરાતી ભાષાની જાળવણીની પણ બહુ વાતો કરવામાં આવે છે. પરંતુ વરવી વાસ્તવિકતા અનુસાર કચ્છમાં અંગ્રેજી ભાષાની સ્કૂલોની સંખ્યામાં ભારે વાધારો થઈ રહ્યો છે. સ્થાનિક અહેવાલો અનુસાર કચ્છમાં હાલ અંગ્રેજી માધ્યમાથી ૧૦ર જેટલી ખાનગી હાઈસ્કૂલો ધમાધમી રહી છે. વાલીઓનું અંગ્રેજી ભાષા પ્રત્યેનું વળગણ જોતા સરકારે ખરેખર કચ્છના બાળકોના ભવિષ્ય વિશે કંઈક કરવું હોય તો હવે અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ શરૂ કરવી રહી! કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ બાદ આગળના અભ્યાસ માટે ૪ હજારથી વધુ બાળકોએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓ પર પસંદગી ઉતારી હોવાની બાબત શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાઈ છે. બીજી તરફ વાલીઓમાં હવે અંગ્રેજી માધ્યમમાં જ બાળકોને અભ્યાસ કરાવવાની ઘેલછા જાગી છે.