ભુજઃ કચ્છમાં ૧૫મી મેથી છેલ્લા ૧૪ કલાકમાં ૬ આંચકા પૂર્વ કચ્છમાં અનુભવાયા હતા. આ અંગે ગાંધીનગર ખાતે આવેલી સિસ્મોલોજી કચેરીમાંથી મળતી વિગતો પ્રમાણે ૧૫મીએ રાત્રે ૧૨ વાગ્યે ૧.૨ તીવ્રતા સાથે રાપર પાસે અને ભચાઉ પાસે સવારે ૫.૩૦ વાગ્યે ૧.૪ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભચાઉમાં સવારે ૯.૫૮ વાગ્યે ૨.૨ની તીવ્રતા અને દુધઈ પાસે બપોરે ૨.૩૩ વાગ્યે ૧.૯ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. બીજી બાજુ, ગુજરાત અને રાજસ્થાનને જોડતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ૧૨મી મેએ રાત્રે ૧૦.૨૯ વાગ્યે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપના આંચકા નોંધાયા હતા. માઉન્ટ આબુ, સિરોહી અને આબુરોડ પંથકમાં પણ આવેલા આ આંચકાની અસર ગુજરાતના અંબાજી, પાલનપુર, દાંતા, અમીરગઢ, તથા પાટણ જિલ્લાના સરહદી ગામોના વિસ્તારોમાં અનુભવાઈ હતી.