ભુજઃ કચ્છમાં વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ સમયાંતરે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવતા હોવાનું સિસ્મોગ્રાફી વિભાગ દ્વારા જાણવા મળે છે. આઠમીએ ૪.૩ની તીવ્રતા સહિત ૩ કંપનો અનુભવાયા હતા. વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થયા બાદ આંચકાઓનું પ્રમાણ પશ્ચિમ કચ્છમાં ઘટ્યું છે અને પૂર્વ કચ્છમાં વધ્યું છે. જોકે, ૮મીએ સાંજે ૫.૫૩ વાગ્યાના અરસામાં પશ્ચિમ કચ્છનાં ખાવડા વિસ્તારમાં ૪.૩નો આંચકો અનુભવાયો હતો. જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લામાં ઘણા સમયથી નાના-મોટા આંચકા અનુભવાતા રહે છે.