ભૂજઃ મુંબઈમાં સામાજિક અને જીવદયાના કાર્ય માટે જૈન શ્રેષ્ઠીઓ દ્વારા થોડિક ક્ષણોમાં જ રૂ. ૧૧.૫ કરોડની જંગી રકમ એકત્ર કરાઈ હતી. ડોમ્બિવલીના ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે રૂ. આઠ કરોડ, કચ્છની જીવદયા પ્રવૃત્તિ માટે રૂ. અઢી કરોડ અને નેપાળના ભૂકંપગ્રસ્તો માટે રૂ. એક કરોડ ફાળવાયા હતા.
ડોમ્બિવલીમાં ભગવાન મુનિસુવ્રત સ્વામીના નૂતન જિનાલયના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે આચાર્ય કલાપ્રભસાગર સૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી કચ્છની જીવદયાની પ્રવૃત્તિઓ માટે કામ કરતી ગૌશાળા અને પાંજરાપોળની રૂ. ૨.૫૦ કરોડના દાનનો ચેક કચ્છી જૈન ફાઉન્ડેશન-મુંબઈ દ્વારા ગુજરાતના રાજ્ય પ્રધાન તારચંદભાઈ છેડાને સુપરત કરાયો હતો.