ગાંધીધામઃ યુએસએમાં ન્યૂરોલોજીનો અભ્યાસ કરનારા ગાંધીધામના યુવાન તબીબ ડો. તપન ઠક્કરને તેના સંશોધનપત્ર બદલ જીએસએની યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પારિતોષિક એનાયત કરાયું હતું. યુનિવર્સિટી ઓફ ન્યૂ મેકિસકો હોસ્પિટલમાં ન્યૂરોલોજી એમડી ડીએમની પદવી હાંસલ કરનારા ડો. તપન ઠક્કરે મગજની નસ અંગેનું સંશોધનપત્ર રજૂ કર્યું હતું. આ સંશોધનપત્ર યુએસએના ન્યૂરોલોજી જનરલમાં પ્રકાશિત થવા માટે પસંદગી પામ્યું હતું. ડો. તપન યુએસએની પ્રખ્યાત કલેવલેન્ડ ક્લિન્સ ખાતે બ્રેઇન સ્ટ્રોક અને ક્રિટીકલ ન્યૂરોલોજી માટેના ફેલોશિપ પ્રોગ્રામ માટે પણ પસંદગી પામ્યા છે. તબીબી ક્ષેત્રે આ સિદ્ધિ મેળવી તેમણે કચ્છ અને ગાંધીધામનું ગૌરવ વધાર્યું છે. ડો. તપને ધો. ૧૨ સુધીનો અભ્યાસ ગાંધીધામની કેન્દ્રીય વિદ્યાલય ઇફકો ખાતે કર્યો હતો.