નિરોણાઃ કચ્છમાં આવેલા પાવરપટ્ટી વિસ્તારના નિરોણા ગામમાં વસતા માત્ર બે ખત્રી (મુસ્લિમ) પરિવાર જ રોગાન કળા માટે વિખ્યાત છે. સદીઓથી સચવાયેલી અને અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચેલી રોગાન કળાના ૬૦ વર્ષીય કસબી હાજી આરબ ખત્રીની તાજેતરમાં ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય (હસ્તશિલ્પ) દ્વારા રાષ્ટ્રીય સન્માન માટે પસંદગી કરાઈ છે. તેમને આ કળા માટે રૂ. એક લાખ, અંગ વસ્ત્ર અને તામ્રપત્ર રાષ્ટ્રપતિના હસ્તે અર્પણ કરાશે. અગાઉ આ કળાને જીવતી રાખતા આ પરિવારને ત્રણ રાષ્ટ્રીય કલા સર્ટિફિકેટ તથા છ રાજ્યકક્ષાના એવોર્ડ પણ મળી ચૂક્યા છે.