ભૂજ: કચ્છ જિલ્લાના માંડવી ખાતે રહેતા હાજી હસન રમજાન આગરિયાની માલિકીનું કાર્ગો જહાજ દુબઇ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ જહાજના ૧૨ જેટલા ક્રુમેમ્બર દુબઈથી કાર્ગો ભરીને નીકળ્યા હતા.
આ જાહજ શારજાહ નજીકથી પસાર થતી ત્યારે અન્ય સ્ટીમર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે એ જહાજમાં આગ ભભૂકી ઊઠી હતી અને જહાજ ડૂબવા લાગ્યું હતું. જોકે તેમાં સવાર ટંડેલ અનવર જુસબ આગરિયા સહિત ૧૨ ક્રુમેમ્બરને સ્ટીમરમાં સવાર લોકોએ બચાવી લીધા હતા. અકસ્માતમાં તમામ ક્રુ-મેમ્બર સલામત હોવાનું માલૂમ પડતા બોટ માલિક અને પરિવારજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.