બળદિયાઃ ભુજ મંદિરના મહંત સ્વામી, સંતો અને હોસ્પિટલના પ્રમુખ ધનજીભાઈ રાઘવાણીના હસ્તે કરસન ગોપાલ જેસાણી હોસ્પિટલના ઓફિસ વિભાગનું ૨૬મી મેએ ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે રૂ. પાંચ લાખનું દાન જાહેર કરાયું હતું.
આફ્રિકામાં ભુજ નરનારાયણ દેવ કચ્છ સત્સંગના મૂળિયા મજબૂત કરનાર સેવાભાવી અગ્રણી કરસન ગોપાલ જેસાણીની સ્મૃતિમાં ૧૯૭૮માં ઊભી કરાયેલી બળદિયાની આ હોસ્પિટલ આજુબાજુના ૬૦ ગામો માટે ઉપયોગી થઈ રહી છે. એ જાણીને લંડનવાસી દાતા ખીમજી શામજી જેસાણીના પુત્ર કે. કે. જેસાણી અને તેના પરિવારે ઓફિસ સંકુલ માટે દાન આપ્યું હતું. તેમને ટ્રસ્ટ વતી સંતોએ પહેરામણી કરી હતી.
આ પ્રસંગે યુગાન્ડાના પરબતભાઈ સિયાણીએ રૂ. ૨.૨૨ લાખ, કાનજી રાઘવાણીએ રૂ. ૧.૨૫ લાખ, કાંતાબહેન મનજી રાઘવાણી (બોલ્ટન)એ રૂ. એક લાખ, કરશનભાઈ રામજી વરસાણી તથા અન્ય દાતાઓએ દાન કર્યું હતું.