ગાંધીધામ: કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરતા આદિપુરના યુવાન રાહુલ રમેશ આસનાની (ઉ. વ. ૨૩)નું નદીમાં તણાઈ જવાથી મોત નીપજતાં ગાંધીધામ સંકુલમાં તેમજ સિંધિ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. રાહુલે દોઢ વર્ષ પૂર્વે મેનેજમેન્ટના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા થોમ્પસન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. રાહુલ અને તેના બે મિત્રો ચોથી મેએ યુનિવર્સિટી પાસે જ આવેલી થોમ્પસન નદીના કિનારે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા.
યુવાન નદી કિનારે ફોટા પડાવતો હતો. તેના માટે પથ્થર ઉપર થોડા પાછળ ખસ્તા' તેને પગ અકસ્માતે લપસી ગયો હતો અને નદીમાં તણાઈ ગયો હતો. ગભરાઈ ગયેલા બે મિત્રો પણ તેને બચાવવા કૂદયા હતા. તેઓ પણ તણાવા લાગ્યા હતા. તેઓના બચાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ સફળતા મળી ન હતી. આ બન્ને જણાએ એક બીજાને ખેંચી લેતાં તેઓ બચી' ગયા હતાં. નદીમાં ગરકાવ થઈ ગયેલા યુવાનને શોધવા માટે બચાવ કામગીરી આદરવામાં આવી હતી. ૩૦ કલાકની શોધખોળ બાદ રાહુલનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહને આદિપુર લાવવા ચક્રો ગતિમાન કરાયા છે.