ભુજ: અંજારના એક તબીબના પરિવારે સામૂહિક મુંડન કરાવીને કેન્સર પીડિત દર્દીઓની વિગ બનાવવા માટે વાળ દાનમાં આપ્યાં છે. અંજાર-મુંદ્રા હાઈવે પર આવેલી સાંઈ આશીર્વાદ હોસ્પિટલના જનરલ સર્જન ડો. હિતેશચંદ્ર ઠક્કરની મોટી પુત્રી ગૌરીએ યોગશિક્ષકનો કોર્સ તાજેતરમાં પૂર્ણ કર્યો છે. ગૌરીએ પોતાના માતા યામિનીબહેન ઠક્કર પાસે કેન્સર પીડિત બાળકોની વિગ બનાવવા પોતાના વાળનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પુત્રીની ઈચ્છાને વધાવીને ઠક્કર દંપતીએ પણ આ ઉમદા કાર્યમાં જોડાવાનો નિશ્ચય કર્યો હતો. આ પરિવારે તમિલનાડુની ‘હેરક્રાઉન’ નામની સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો. આ સંસ્થા કેન્સર પીડિતો માટે વિગ બનાવવા સમગ્ર દેશમાંથી દાતાઓના વાળનું દાન એકત્ર કરે છે.
કુરિયર મારફત અમારા વાળ સંસ્થા સુધી પહોંચતા પણ કરી દીધાં છે. યામિનીબેને જણાવ્યું કે, ગૌરીની જેમ મારી અન્ય પુત્રીઓ શંભવી, સાક્ષી અને દેવી પણ પોતાના સંપૂર્ણ વાળનું દાન કરવા ઈચ્છતી હતી, પરંતુ હજુ ત્રણેય બાળકીઓ શાળાએ જતી હોવાથી તેઓએ ૧૨થી ૧૫ ઈંચ સુધીના વાળનું દાન કર્યું છે.