દયાપારઃ અરબ સાગરમાં ફાસ્ટ એટેક બોટમાં નીકળેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દરિયાઇ સરહદ પર તૈનાત તરતી ચોકીની મુલાકાત લઇને ફરજ પરના જવાનોને મીઠું મો કરાવતાં દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્ય પ્રધાને પીઠ થાબડતાં જવાનોના ચહેરે ચમક જોવા મળી હતી. બીએસએફના આઇજી તોમર તેમજ અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા. દિવાળીએ રૂપાણીએ નારાયણસરોવરની મુલાકાત લીધી હતી અને પોલીસ આવાસ નિગમ દ્વારા પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં બનાવાયેલાં પોલીસ સ્ટેશનો તેમજ આવાસોનું એક સાથે લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમના સમાપન અર્થે કોટેશ્વર પહોંચેલા મુખ્ય પ્રધાને સમુદ્રમાં સરહદનું રખોપું કરતા જવાનો સાથે એકાદ કલાક વીતાવીને દીપોત્સવ તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.