ભુજઃ માંડવી તાલુકામાં આવેલા કોડાઈ ગામની વિજયા બેંકમાંથી અગાઉ લેવાયેલી રૂ. ૧.૯૩ કરોડની લોન પેટે મુકાયેલું સોનું ખોટું નીકળતાં આ મામલો સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બેંકના મેનેજર દ્વારા આ અંગે પ્રમાણપત્ર આપનાર અને લોન લેનાર કુલ ૧૩ જણા સામે પોલીસમાં લેખિત ફરિયાદ અપાઈ છે. બેંક દ્વારા ભૂતકાળમાં નિયુક્ત કરવામાં આવેલો ગોલ્ડની ચકાસણી કરનાર માણસ જ કૌભાંડ આચરી ગયો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
કોડાઈની વિજ્યા બેંક અને હાલની બેંક ઓફ બરોડાની શાખાના મેનેજર મયંક શિલાવંતે આ કિસ્સા અંગે કાર્યવાહી કરવામાં આવતાં જોની રમણિક છેડા, તાવડીવાલા પ્રતીક હરેશ, શાહ દર્પણ રોહિત, મોતા દીપક, મોતા રાજેશ, શાહ રોહિત હરિલાલ, ઝવેરી આફતાબ મુસ્તફા, પવન મનસુખ ઝાલા, લવેશ રમેશ મંગે, ગિરીશ કાંતિ ભટ્ટ, ચેતન દામોદર કોવાડિયા, શાંતિ કુંવરજી હીરાણી અને રમેશ કુંવરજી વેકરિયા સામે લેખિત ફરિયાદ આપીને છેતરપિંડી સહિતની કલમો તળે લેખિત ફરિયાદ આપી છે.