ખારાઘોડા: એક તરફ દેશમાં કોરોના મહામારીએ માથું ઉંચક્યું છે ત્યારે કચ્છના નાના રણમાં મીઠાના ઉત્પાદનની સિઝન પૂરી થવામાં છે. મીઠાની સિઝન પૂરી થવાના પરિણામે આઠ મહિના સુધી રણમાં મીઠું પકવતા અગરિયાઓ હવે પરત આવવા લાગ્યા છે. કચ્છના નાના રણમાંથી આશરે બે હજાર અગરિયાના પરિવારો હવે ક્રમશઃ પરત આવી રહ્યા છે. જોકે કચ્છના અન્ય ભાગોમાં કંડલા અને દરિયા કિનારા આસપાસ મીઠાનું ઉત્પાદન અષાઢી બીજ સુધી ચાલતું હોવાથી ત્યાં હજું અગરિયા પરિવારોનો નિવાસ રહેશે.
ગુજરાત કપાસ, દૂધ અને મીઠું એમ ત્રણ શ્વેતરંગી વ્યવસાયોની ઉજળું હોવાનું કહેવાય છે. પરંતુ ઉપરોક્ત તમામ વ્યવસાયોને અનેક પડકારો પણ છે. ખારોઘોડામાં ગત વર્ષે ૧૧ લાખ ટન મીઠાના ઉત્પાદન સાથે આ વર્ષે ખારાઘોડાના સ્ટોરેજ સેન્ટર સુધી સાડા નવ લાખ ટન કરતા વધારે મીઠું પહોચી ચૂક્યું છે. હજુ એકાદ લાખ ટન મીઠાની આવક સ્ટોરેજ સેન્ટરમાં થવાની ધારણા છે. આમ ગત વર્ષની તુલાનાએ આ વખતે આવક પચાસ હજાર ટન જેટલી ઓછી રહેશે તેમ વેપારીઓ કહી રહ્યા છે.
સારા સમાચાર એ છે કે એક દાયકા સુધી મંદીઓ ઝોક રહ્યા પછી આ વર્ષે મીઠાની ભાવમાં તેજીનો દોર આવ્યો છે. ટન દીઠ આશરે રૂ. આ ઉપરાંત મીઠાના દરેક વેપારી મથકોએ વેચાણ પણ સારું રહ્યું છે. ગત વર્ષે મે મહિનામાં ખારાઘોડાની ૫૩ હજાર ટન જેટલા મીઠાનો વેપાર રેલમાર્ગે થયો હતો. હજુ કેટલાક ઓર્ડર પેન્ડિંગ હોવાનું વેપારીઓ કહે છે. જોકે તેજી હવે કેટલી ચાલશે કે આગળ વધશે તેનો આધાર નિકાસ પર છે. વાર્ષિક એક કરોડ ટનની નિકાસ થાય છે તે જળવાશે તો ભાવમાં તેજી આવશે.
અગરિયાઓ સાથે મુખ્ય પ્રધાનની ચર્ચાઓ થઈ હતી ત્યારે અગરિયાઓનું જીવન બહેતર બનાવવાના પ્રયાસની વાત થઈ હતી, પરંતુ કોરોનાને કારણે અગરિયાઓને મુશ્કેલી આવી છે.
ઉલ્લેખનીય છે કે અગરિયામાં માટે કાળી મજૂરી શબ્દ અભિન્ન બની ગયો હતો, પરંતુ સ્થાનિક કક્ષાએ ટેકનોલોજીના આગમન પછી હવે યંત્રોનો ઉપયોગ થવા તો લાગ્યો છે. પરિણામે કાળી મજૂરી અટકી ગઇ છે. જો કે આ વર્ષે તેજી થતાં અગરિયાઓને તેનો લાભ મળે તેવી સંભાવના છે. બીજી તરફ હવે પરંપરાગત વડાગરામીઠાની સ્થાને રિફાઇન્ડ મીઠા તરફ લોકો ઝડપભેર વળી રહ્યા છે. એનાથી વેપાર મથકો ખાતે નવી સોલ્ટ ફેક્ટરીઓ આકાર પામી રહી છે.
ભારત સરકારના નમક વિભાગના કહેવા પ્રમાણે હાલમાં આશરે ૪૦ જેટલી ફેક્ટરીઓ ગુજરાત રાજ્યમાં કાર્યરત છે. હવે રિફાન્ડ મીઠાના ચલણને લીધે આ સંખ્યામાં વધારો થઇ શકે છે. કોરોનાની મહામારીમાં મીઠાના વેપારને બહુ અવરોધ સહન કરવો પડ્યો નથી. ઉપરથી પરિવહન માટે રેલવે ડેમરેજ માફી જેવી સવલત કરી અપાતા વેપારને વેગ મળ્યો છે.