ગાંધીધામઃ પાકિસ્તાની સુરક્ષાદળોનાં જમાવડાને પગલે કચ્છમાં ભારતીય સુરક્ષા દળો તથા ઈન્ટેલિજન્સ એજન્સીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ઈન્ડિયન ઈન્ટેલિજન્સ એજન્સીઓનાં સૂત્રોનું માનીએ તો પાકિસ્તાની નેવીનાં નેતૃત્વમાં બલુચિસ્તાન પ્રાંતમાં આવેલા જીવાની બંદરથી લઈને કચ્છને સ્પર્શતી સર ક્રીક સુધીનાં એરિયામાં સિસ્પાર્ક-૧૮ કવાયત શરૂ કરવામાં આવી હતી. જે સંદર્ભે કચ્છને અડીને આવેલી તેની દરિયાઈ સીમાએ આ પ્રકારનો નાપાક જમાવડો જોવા મળ્યો હતો. પાકિસ્તાન નેવલ સ્ટાફ(ઓપરેશન)નાં ડેપ્યુટી ચીફ દ્વારા એક પ્રેઝન્ટેશન થકી તેમનાં નેવીનાં ચીફ એડમીરલ ઝફર મહમ્મદ અબ્બાસીનાં નેતૃત્વ હેઠળ ઓપરેશનલ તૈયારીનાં ભાગરૂપે કરવામાં આવી રહેલી સિસ્પાર્ક-૧૮ કવાયતની જાણ થઈ હતી. પાક નેવી ઉપરાંત પાકિસ્તાની સુરક્ષા દળ સાથે સંકળાયેલ યુનિટ પણ આમાં ભાગ ને કારણે કચ્છ સ્થિત ભારતીય ડિફેન્સનાં જાણકારો તેને મહત્ત્વપૂર્ણ માની રહ્યા છે.