ભુજ: ગાંધીધામના ક્રિષ્નાબહેન અને દીપકભાઈ ભાનુશાળી લગ્નના ૧૦ વર્ષ સુધી નિઃસંતાન હતા. કચ્છમાં ડો. નરેશ ભાનુશાળીની દેખરેખમાં તેમણે આઇવીએફ પદ્ધતિએ સંતાન પ્રાપ્તિ માટે સારવાર શરૂ કરાવી હતી. એ પછી તબીબી તપાસ દરમિયાન દંપતી ત્રણ બાળકોનાં માતા પિતા બનશે તેવા રિપોર્ટ મળ્યા હતા, પરંતુ ૨૬મી જૂને ભુજમાં ક્રિષ્નાબહેનની પ્રસૂતિ દરમિયાન તેઓ બે પુત્ર અને બે પુત્રી એમ ચાર બાળકોનાં માતા બન્યાં હતાં.
ક્રિષ્નાબહેનની સારવાર કરનારા ડો. નરેશ ભાનુશાળીએ જણાવ્યું કે, ૮ લાખ પ્રસૂતિએ એક કે બે કિસ્સા આવા બને છે. ભુજના સ્ત્રીરોગ નિષ્ણાત ડો. ભાદરકાએ પણ કચ્છમાં સૌ પ્રથમ વખત ચાર બાળકો જન્મ્યા હોવાનું કહ્યું હતું.