ગાંધીધામ: લોકડાઉનના પગલે અગાઉ મોટા મોલ પણ બંધ રાખવા માટે જાહેરાત કરાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સનું ધોરણ જળવાઇ રહે તે માટે જરૂરી તકેદારીના પગલાંઓ પણ ભરવામાં આવ્યા હતા. દરમિયાન ગત ૨૨મી એપ્રિલે મામલતદાર કચેરીએ સંકુલના ચાર મોલ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. મોલ ખૂલતાંની સાથે જ સવારે ૯.૦૦ વાગ્યાથી ભીડ ઉમટી પડવા લાગી હતી. સાંજે ૫ વાગ્યા સુધી આમ તો મોલ ખુલ્લા રાખવાની મંજૂરી અપાઈ હતી, પણ ભીડ જોતાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ માટેના પગલાં તંત્ર દ્વારા લેવા શરૂ થયા હતાં. મંજૂરી આપવામાં આવ્યા પછી મામલતદાર કચેરી દ્વારા તમામ ચારેય મોલને ખુલ્લા રાખવાની મંજૂરી પણ રદ્દ કરવાનો હુકમ જારી કરી દેવાયો હતો.