ગાંધીધામમાં યુવતીની પરિજનો દ્વારા હત્યા

Monday 02nd March 2020 05:38 EST
 

ગાંધીધામ: એ. ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી ભારતીબહેન રમેશભાઈ રાજગોરે તેના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાની જાણ ૨૯મી ફેબ્રુઆરીએ કરાતાં પોલીસ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે પોલીસને બનાવ શંકાસ્પદ જણાયો હતો. ભારતીબહેનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. એ પછી ફોરેન્સિક રિપોર્ટમાં જણાયું કે મૃતકનું મૃત્યુ ગળાફાંસાથી નહીં, પણ ગળું દબાવાથી થયું છે. એ પછી પોલીસે મૃતકનાં પિતા રમેશભાઈ અને માતા રશ્મિબહેન અને ભાઈ મનિષની આકરી પૂછપરછ કરતાં બહાર આવ્યું કે, ભારતીને મનોજ વાઘેલા નામના યુવાન સાથે પ્રેમ હતો અને તેની સાથે જ લગ્ન કરવાની ભારતી જિદ કરતી હતી. જેથી તેના માતા-પિતા અને ભાઈએ શાલથી ભારતીનું ગળું દબાવી તેની હત્યા કર્યા પછી લાશને લટકાવી દીધી હતી. પોલીસે આ કેસમાં ત્રણેય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળ કાર્યવાહી ચલાવી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter