ભારાસર (તા. ભુજ) : ભુજ સ્થિત કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ, મેઘબાઇ પ્રેમજી જેઠા ભુડિયા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરને રૂ. પાંચ લાખ, મંગલ મંદિર માલધારી કન્યા છાત્રાલયને રૂ. ૪ લાખ, ભારાસર ગામની વિવિધ સંસ્થાઓને સંખ્યાબંધ ચેક અર્પણ કરતાં આચાર્ય સ્વામી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજે કહ્યું હતું કે, આ નિર્ગુણદાસજી સ્વામીની ૨૦૦મી જન્મ જયંતીની સાચી ઉજવણી છે. આચાર્ય સ્વામીના ૭૫મા જન્મ કલ્યાણકને સદ્ભાવના પર્વ તરીકે ઊજવતાં ભકતોએ બાપાને હેપી બર્થડે કહ્યું હતું. આ પ્રસંગે બોર્ડર રેન્જના આઇ.જી. એ. કે. જાડેજા, કચ્છ યુનિ.ના વા. ચાન્સેલર ચંદ્રસિંહ જાડેજા, લેવા પટેલ સમાજ પ્રમુખ હરિભાઇ હાલાઇ, એજ્યુકેશન-મેડિકલ ટ્રસ્ટ અધ્યક્ષ અરજણભાઇ પીંડોરિયા, ખજાનચી ગોપાલભાઇ ગોરસિયા, સમાજ ઉપપ્રમુખ કે. કે. હીરાણી, આર. એસ. હીરાણી, પ્રવીણ પીંડોરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. માલધારી મંગલ મંદિર ટ્રસ્ટના આગેવાનો પૈકી જયમલભાઇ રબારી, માંડણભાઇ રબારી, થાવરભાઇ રબારી જોડાયા હતા. આઠમીએ ચાર ગજ શણગાર સહ ઐતિહાસિક નગરયાત્રાથી પુરુષોત્તમ ધામ ગાજ્યું હતું.