જખૌઃ કચ્છના દરિયામાં પાકિસ્તાની ઝંડા ચિતરેલી અલ મદિના બોટ ૨૧મી મે, ૨૦૧૯ના રોજ છ ખલાસીઓ અને રૂ. ૧૬૫૦ કરોડની કિંમતના ૩૩૦ હેરોઇનના પેકેટ્સ સાથે ઝડપાઈ હતી. તે સમયે હેરોઇનના પેકેટ્સ ખલાસીઓ દરિયામાં ફેંકવા લાગ્યા હતા. એ પછી કેટલાય સમય સુધી કચ્છના પશ્વિમી તટમાંથી ચરસના અલગ પ્રકરણમાં પણ પેકેટ્સ મળવાનો સિલસિલો ચાલતો રહ્યો હતો. હેરોઇન પ્રકરણની તપાસમાં પાકિસ્તાની રાજનેતાઓ અને પાકિસ્તાની સેનાના ઘનિષ્ઠ સંપર્કમાં રહેલા ૪ કિંગપીનની સામેલગીરી બહાર આવી હતી. આ કેફી દ્વવ્ય ‘ડ્રગ્સ કરન્સી’ તરીકે ઉપયોગ કરવાનું પણ ખૂલ્યું હતું. તેથી આ કેસની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને કેસના તપાસની જવાબદારી એનઆઇએને અપાઇ હોવાના અહેવાલ છે.