જખૌમાંથી ૫૦૦ કરોડનાં ડ્રગ્સ જપ્તઃ NIAએ ચાર્જશીટ ફાઈલ કર્યું

Monday 28th December 2020 04:20 EST
 

અમદાવાદઃ કચ્છના જખૌ બંદર પાસે ગત વર્ષે રૂ. ૫૦૦ કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની સહિત સાત જણાને ડીઆરઆઈએ ઝડપી લીધા હતા. એ પછીથી તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોપતાં છ પાકિસ્તાની સહિત સાત જણા સામે અમદાવાદની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થયું હતું. એનઆરઆઈએની તપાસમાં બહાર આવ્યું છે કે, પાકિસ્તાનથી અલ મદીના બોટમાં ૩૩૦ કિલો ચરસનો જથ્થો છ પાકિસ્તાનીઓ મારફતે જખૌ મોકલાયો હતો. તેમાંથી ડીઆરઆઈએ ૨૭૭ કિલો ચરસનો જથ્થો કબજે કર્યો હતો. બાકીનું ૯૩ કિલો ચરસ હજુ મળ્યું નથી.
આ ચરસનો જથ્થો કચ્છમાં આવ્યા પછી ક્યાં જવાનું હતું તે પણ કંઈ બહાર આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ કચ્છના દરિયા કિનારે રૂ. ૧૫૦૦ કરોડના હેરોઈનના જથ્થા સાથે છ ઝડપાયા હતા. આ મામલે ૨૧મી મે ૨૦૧૯ના રોજ રૂ. ૫૦૦ કરોડની કિંમતના ૨૩૭ કિલો ચરસ સાથે પાકિસ્તાની રહેવાસી સફદરઅલી ઉર્ફે અલ વરાયુ શેખ, અલાહી દાદ આગીયારા ઉર્ફે અલ્લાભકાશ શેખ, અઝીમ ખાન ઉર્ફે ઉસ્માન લબુચઅબ્દુલ અઝીઝ ઉર્ફે મોહમંદ ઝુમા, અબ્દુલ ગફુર ઉર્ફે શફીદાદ આંગરિયા અને મોહંમદ મલાહ ઉર્ફે મોહંમદ ઉરસની ધરપકડ કરાઈ હતી.
આ કેસમાં બેટ દ્વારકાના રામજહાન ઉર્ફે ગની પલાણીની સંડોવણી જણાતા તેની પણ ધરપકડ થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter