અમદાવાદઃ ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા કેસનો આરોપી જયંતી ઠક્કર ઉર્ફે જયંતી ડુમરા સરપ્રાઈઝ ચેકિંગમાં ભચાઉની સબજેલમાં અન્ય કેદીઓ સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયો હતો. જેમાં સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલ્વેઝે જેલના તત્કાલીન જેલર અને જેલગાર્ડની આ ગુનામાં મદદ કરવા બદલ અટક કરી છે. સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલવેઝની એસઆઈટીના પશ્ચિમ રેલવે રાજકોટના વિભાગના પોલીસ અધિકારી પી. પી. પિરોજીયાની ટીમે ભચાઉ સબજેલના તત્કાલીન જેલર રામજી કે. રબારી તથા જેલગાર્ડ ડાહ્યાભાઈ કોળીની ૩૧ ઓગસ્ટે અટકાયત કરી હતી. બંને વિરુદ્ધ પ્રોહિબિશનના ગુનામાં મદદગારી કરવાની કલમો લગાવાઈ હતી.