ભુજઃ કચ્છનાં પૂર્વ ધારાસભ્ય જંયતી ભાનુશાળીની ૧૦ માસ પૂર્વ ચાલુ ટ્રેનમાં ફાયરિંગ કરીને હત્યા થઈ હતી. આ બનાવમાં મુખ્ય સૂત્રધાર ગણાતી મહિલા મહિલા અને સુરજીત ભાઉની ધરપકડ કર્યા બાદ ૧૧મીએ ભચાઉ કોર્ટમાં રજૂ કરતાં ૧૨ દિવસના િરમાન્ડ મંજૂર થયા છે. આ હત્યા કેસમાં છબીલ પટેલ, જયંતી ઠક્કર ડુમરાવાળાની ધરપકડ તો થઇ ગઇ મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ છેલ્લા ૧૦ માસથી નાસતા ફરતા હતા ત્યારે ગુજરાત પોલીસે અલાહાબાદમાંથી બંનેની ધરપકડ કરી લીધી હતી. તાજેતરમાં પોલીસ મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને ૧૪ દિવસના રિમાન્ડની માગ સાથે ભચાઉ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેથી કોર્ટ સુનાવણી બાદ કેસની સ્થિતી જોતા ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કોર્ટમાં બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ ૨૦ નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.