અમદાવાદઃ તિસ્તા સેતલવાડ મૂળ ભૂજની રહેવાસી અને ઠક્કર પરિવારની પુત્રી છે. પરંતુ તેને મુસ્લિમ યુવક જાવેદ સાથે પ્રેમ થતાં તેની સાથે લગ્ન કર્યા હતા. તે હાલ મુંબઈના પોશ એવા જુહુ વિસ્તારમાં રહે છે. ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા પછી બેથી ત્રણ ઉદ્યોગપતિઓના બંગલાની પાસે જ ખૂબ વિશાળ બંગલો છે તે તિસ્તા સેતલવાડનો બંગલો છે. આરોપી તિસ્તાનો બંગલો અમિતાભ બચ્ચનના બંગલાથી પણ ત્રણ ગણો મોટો બંગલો છે. તે ત્રણ એકર જમીનમાં ફેલાયો છે. આ બંગલાનું નામ ‘નિરાંત’ છે. ગોધરાકાંડમાં તોફાનો ફાટી નીકળ્યા બાદ તેણે ગુજરાતમાં ધામા નાખ્યા હતા. સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચીને તિસ્તાએ ઝાકિયા જાફરીને ટોર્ચર કરીને તેની સાથે નિવૃત્ત ડીજીપી આર.બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે મંડળી રચી હતી.
ઝાકિયા જાફરીને નીચલી કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી ભડકાવવાનું કામ આ મડળીએ કહ્યં હતું. તિસ્તાએ ગોધરાકાંડમાં ભોગ બનેલા પરિવારને મદદ કરવાના બહાને વિદેશમાંથી કરોડો રૂપિયાનું ફંડ ઉઘરાવ્યું હતું. જોકે ગુલબર્ગ સોસાયટીના રહીશો સુધી આ ફંડ પહોંચ્યું નહતું. તેમજ ત્યાં મ્યુઝિયમ બનાવવાનું હતું તે પણ આ જ દિન સુધી બન્યું નથી. ઉલ્ટાનું ફંડના પૈસે દારૂની પાર્ટીઓ અને પ્લેનમાં ફરીને તેને અને તેના પતિ જાવેદે ઐયાશી કર્યાના આક્ષેપ કરતી ફરિયાદ જે તે વખતે ક્રાઈમ બ્રાંચમાં નોંધાઈ હતી. આ ઉપરાંત પણ અનેક ફરિયાદો તિસ્તા સામે થઈ હતી. એક વખતના તેના સાથીદાર રઇસખાનને પણ મારી નાખવાની કોશિશની ધમકી જેવી અનેક ફરિયાદો તેના સામે થઈ છે.