અમદાવાદઃ ગુજરાતના વન્ય જીવન ગત માટે ચિંતાજનક સમાચારમાં આ રાજ્યનું એકમાત્ર દુર્લભ પક્ષી નર ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ) ગાયબ છે અને અજાણતાં કચ્છમાંથી અંકુશરેખા પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયું હોવાની ભીતિ વ્યક્ત કરતા અહેવાલ મળી રહ્યા છે. રાજ્યમાં હવે માત્ર છ ગોડાવન એટલે કે, ઘોરાડ બચ્યા છે. અને તમામ માદા છે. કચ્છના નાયબ વન સંરક્ષક બી. જે. અંસારી કહે છે કે, જ્યારે ખોવાયુું ત્યારે નર ઘોરાડ સંપૂર્ણ વયસ્ક થયું નહોતું.