ધોરડોઃ કચ્છના પ્રખ્યાત સફેદરણ ધોરડોમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને વહીવટી તંત્રના સહયોગથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૨ દેશોના ૪૮ સહિત દેશના અલગઅલગ રાજ્યોના પતંગબાજોએ અવનવા આકાર પ્રકારના પતંગ ચગાવી આભમાં રંગબેરંગી પતંગોથી રંગોળી સર્જી હતી
ધોરડોમાં વોચટાવરમાં આયોજિત ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ ૨૦૧૯ને આકાશમાં બલૂન છોડીને જિલ્લા કલેકટર રેમ્યા મોહને ખુલ્લો મૂક્યો હતો. આ અવસરે કાર્યક્રમના અધ્યક્ષ પદેથી દેશવિદેશના પતંગબાજોનું કચ્છમાં રાજ્ય સરકાર, વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ વતી સ્વાગત કરતા મોહને જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષોથી યોજાઈ રહેલા પતંગ મહોત્સવમાં શરૂઆતમાં ફક્ત બે દેશોના સાત વિદેશી મહેમાનોથી પ્રારંભ કરાયો હતો. જેનો વ્યાપ વધીને આજે કચ્છમાં જ ૧૨ દેશોના ૪૮ કાઇટ્સટો સહિતના દેશના ૬ રાજ્યોમાંથી ૩૧ પતંગબાજો આવ્યા છે.